બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. ડીસા તાલુકાના ભીલડી વિસ્તારમાં પણ બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના પગલે શાળાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. નવી ભીલડી પ્રાથમિક કેન્દ્ર શાળા ખાતે વરસાદી પાણી શાળામાં ઘૂસી જતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે. વર્ગખંડોમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે જાય છે તે વર્ગખંડ આગળ જ ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાઈ ગયા છે.


બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી વરસાદ

બીજી તરફ પ્રાર્થના હોય અને આચાર્યની ઓફિસમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા શિક્ષણ તંત્ર પાણીમાં નજરે જોવા મળ્યું હતું. આ શાળામાં જ્યાં નજર કરીએ ત્યાં માત્ર પાણી પાણી જોવા મળી રહ્યું છે પાણીના નિકાલની તંત્ર દ્વારા કોઇ જ નિકાલ ન કરવામાં આવતા દર વર્ષે આ શાળા પાણીમાં ગરકાવ થઈ જાય છે. શાળાના કમ્પાઉન્ડ થી માંડી તમામ વર્ગખંડો આગળ અત્યારે વરસાદી પાણી ભરાઈ ગયા છે જેના કારણે હવે વિદ્યાર્થીઓ અભ્યાસ વગર ઘરે જ રહેવા માટે મજબૂર બન્યા છે.

ભીલડી પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાયા

આ બાબતે શાળાના આચાર્ય તેમજ વાલીઓ દ્વારા આ પાણીના નિકાલ માટે વારંવાર રજૂઆત કરી છે, પરંતુ વહીવટી તંત્ર માત્ર શાળાની મુલાકાત કરે છે. પરંતુ પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન કરતા દર વર્ષે આ શાળા વરસાદી પાણીમાં ગરકાવ થઈ જાય છે. હાલ તો એક થી પાંચ ધોરણના 350 થી વધુ વિદ્યાર્થીઓ આ શાળામાં વરસાદી પાણી ભરાઈ જતા તેની સીધી અસર તેમના શિક્ષણ પર જોવા મળી રહી છે.


  • Follow us on: