બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે. ભારે વરસાદથી ડીસા સહિત આજુબાજુના વિસ્તારમાં પડેલા ભારે વરસાદના પગલે વરસાદી પાણી ગામોમાં પ્રવેશ્યા છે. રમુણ ગામના વહેળાનું પાણી ભાદરા ગામમાં ઘૂસ્યું છે. વરસાદી પાણી ગામના ઘરો તેમજ ખેતરોમાં પ્રવેશ્યા છે. તંત્ર દ્વારા ગામના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
વરસાદી પાણી ગામોમાં પ્રવેશ્યા
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ડીસા તાલુકાના રમુણ ગામ ખાતે આવેલ વહળાનું પાણી ભાદરા ગામમાં ઘૂસ્યા છે. નદીના પાણીના વહેણની જેમ પાણી ભાદરા ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. તંત્ર દ્વારા ગામના લોકોને સતર્ક રહેવા સૂચના અપાય છે.
લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા
ડીસામાં ભારે વરસાદના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભારે વરસાદના પગલે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. તો બીજી તરફ ભાદરા ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. જેના કારણે લોકો હાલાકી ભોગવા રહ્યા છે. ગામ આખું બેટમાં ફેરવાયું હોય તેવું લાગી રહ્યું છે. તંત્ર દ્વારા ગામના લોકોને સતર્ક રહેવા સૂચના અપાય છે.