ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રણ સિસ્ટમ સક્રિય રહેતા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થશે. પાંચ દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના અપાઈ છે. દરિયાકાંઠે 45-55 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યમાં ચાલુ સિઝનમાં સરેરાશ 46.21 ટકા વરસાદ નોંધાયો છે.


ચાલુ સિઝનમાં સરેરાશ 46.21 ટકા વરસાદ નોંધાયો

ગુજરાતમાં ચાલુ સિઝનમાં સરેરાશ 46.21 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 50.82 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 45.41, પૂર્વ મધ્ય ઝોનમં 44.11, ઉત્તર ગુજરાતમાં 41.31, કચ્છમાં 50.35 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 209 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં 48.15 ટકા જળસંગ્રહ થયો છે. રાજ્યમાં 41 જળાશયો હાઈ એલર્ટ પર છે. 19 જળાશયો એલર્ટ પર છે.

ભારે વરસાદને કારણે 151 રોડ રસ્તા બંધ કરાયા

રાજ્યમાં ભારે વરસાદને કારણે 151 રોડ રસ્તા બંધ કરાયા છે. જેમાં ચાર સ્ટેટ હાઈવે, કચ્છ જિલ્લામાં બે, વડોદરામાં એક, સુરેન્દ્રનગરમાં એક સ્ટેટ હાઈવે બંધ કરાયો છે. આ ઉપરાંત તાલુકા પંચાયત હસ્તકના 144 રસ્તાઓ બંધ છે. રાજ્યમાં સૌથી વધુ નવસારીમાં 43 રસ્તાઓ બંધ છે. જ્યારે સુરતમાં 35 અને વલસાડમાં 14 રસ્તા બંધ છે. રાજ્યમાં સવારે 6તી 10 વાગ્યા સુધીમાં 39 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે.


  • Follow us on: