ગુજરાતમાં આગામી 24 કલાક હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓ વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 11 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 64 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે વરસાદ થવાની સંભાવનાઓ છે
16 અને 17 ઓગસ્ટે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગાહી અંગે જણાવ્યું હતું કે, આગામી સાત દિવસ રાજ્યમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે. આ ઉપરાંત કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ છે. આગામી 16 અને 17 ઓગસ્ટે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે વરસાદ થવાની સંભાવનાઓ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
14 ઓગસ્ટ બાદ વરસાદની એક નવી સિસ્ટમ સક્રિય થશે
વલસાડ, દાદરાનગર હવેલી, અમદાવાદ, દમણમાં હળવા વરસાદની શક્યતા રહેલી છે, તો બીજી તરફ 14 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, 14 ઓગસ્ટ બાદ રાજયમાં ભારે વરસાદની શકયતા રહેલી છે, 14 ઓગસ્ટ બાદ વરસાદની એક નવી સિસ્ટમ ઉભી થઈ હોવાની વાત સામે આવી છે.