ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં ડાંગમાં ફરવા જતા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ડાંગના ગીરા ધોધ, શંકર ધોધ અને શિવ ઘાટ સહિતના સ્થળો પર પ્રવાસીઓની ભીડ જામી છે. સાપુતારામાં પણ વાતાવરણ આહ્લાદક હોવાથી લોકોની ભીડ જામી છે. ત્યારે પ્રવાસીઓથી ધમધમી રહેલા ડાંગમાં એક દીપડાનો વીડિયો વાયરલ થયો છે. રોડ પરથી પસાર થતાં દીપડાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
દીપડો કાર ચાલકના મોબાઈલ કેમરામાં થયો કેદ













