ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ડાંગ જિલ્લામાં વરસાદને કારણે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. જિલ્લાની મુખ્ય ચાર નદીઓમાં પૂરની સ્થિતિ છે. વરસાદને પગલે ગિરી મથક સાપુતારામાં ધુમ્મસભર્યુ વાતાવરણ સર્જાયું હતું. સાપુતારામાં પ્રવાસીઓએ વાતાવરણની મજા માણી હતી. ભારે વરસાદને કારણે અંબિકા, ગીરા, ખાપરી, પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ છે.
નવસારીમાં પૂરની શકયતાઓ સેવાઈ રહી છે













