ગુજરાતમાં ડાંગ જિલ્લામાં વરસાદને કારણે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. જિલ્લાની મુખ્ય ચાર નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. વરસાદને પગલે ગિરી મથક સાપુતારામાં ધુમ્મસભર્યુ વાતાવરણ સર્જાયું છે. સાપુતારામાં પ્રવાસીઓએ આહલાદક વાતાવરણની મજા માણી હતી. ભારે વરસાદને કારણે અંબિકા, ગીરા, ખાપરી, પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ છે. વિકેન્ડ હોવાથી સાપુતારામાં અનેક પ્રવાસીઓની ભીડ જામી છે.
નવસારીમાં પૂરની શકયતાઓ સેવાઈ રહી છે













