અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજુલા અને જાફરાબાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જાફરાબાદ બંદર ચોકમાં તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપી છે.પીપાવાવ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું હતું.


લાઠીમાં માવઠાને કારણે ભારે નુકસાન પહોંચ્યું

અમરેલી જિલ્લાના લાઠીમાં માવઠાને કારણે ભારે નુકસાન પહોંચ્યું છે. મગફળી, કપાસ અને સોયાબીનના પાકમાં ભારે નુકસાન પહોંચ્યું છે. ધારાસભ્ય જનક તળાવિયાએ સરવે કરી રાહત સહાય આપવા માગ કરી છે. આ ઉપરાંત ખાંભામાં ડુંગળીના પાકને મોટુ નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખાંભા અને સાવરકુંડલા વિસ્તારમાં ખેડૂતોના વાડી અને ખેતરો બેટમાં ફેરવાયા છે અને ગોઠણ સમા પાણી ભરાયા છે.

અરબસાગરમાં ડિપ્રેશનથી માવઠની રહેશે અસર

ભાવનગર,અમરેલીમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. બીજી તરફ ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ, કચ્છ ,બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, મોરબી, જામનગર, રાજકોટ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ગાંધીનગર, વડોદરામાં છૂટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે, અરબસાગરમાં ડિપ્રેશનથી માવઠની અસર રહેશે.

  • Follow us on: