બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ સહિત સમગ્ર વહીવટી તંત્ર બે દીવસથી લોકોની વચ્ચે ખડેપગે ઊભું છે. કલેકટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે સહિતના અધિકારીઓ સાથે સુઈગામ વિસ્તારમાં લોકોની વચ્ચે જઈને સંવાદ સાધ્યો હતો તથા વરસાદને પગલે થયેલ નુકસાન બાબતે સમગ્ર બાબતોનું નિરીક્ષણ કર્યું હતું તથા સબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ સાથે લોકોને મળીને સાંત્વના સાથે વહીવટી તંત્ર તરફથી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બાબતે ખાત્રી આપી હતી.


કલેક્ટર મિહિર પટેલ ટ્રેકટર અને બોટ મારફત લોકોની વચ્ચે પહોંચ્યા

કલેક્ટર મિહિર પટેલ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ ટ્રેકટર અને બોટ મારફત ચાર ફૂટથી ઊંડા પાણી પાર કરીને લોકોની વચ્ચે પહોંચ્યા હતા. તેમણે સુઈગામ તાલુકાના કુચોસણ, જોરાવર ગઢ, દૂધવા અને સુઈગામ સહિતના વિસ્તારમાં જઈને લોકો સાથે વાતચીત કરીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવીને પાણીનો નિકાલ, નુકસાન સહિતની બાબતો અંગે ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપીને તંત્ર દ્વારા તમામ પ્રકારની મદદ માટે ખાત્રી આપી હતી.

કલેકટર સુઈગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચીને આશ્રિત લોકોને મળ્યા

કલેકટર મિહિર પટેલ બોટ અને ટ્રેક્ટર મારફત સુઈગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા જ્યાં આશ્રય લઈ રહેલા લોકોને મળીને તેમને કઈ કઈ સુવિધાઓ મળી રહી છે તે બાબતે આશ્રિતો સાથે ચર્ચા કરી હતી. તેમણે બાળ સેવા કેન્દ્રની મુલાકાત લઈને બાળકો તથા મહિલાઓ સાથે પણ વાતચીત કરીને તંત્ર તમારી સાથે છે તથા તમામ પ્રકારની સગવડ આપવા બાબતે ચર્ચા કરી હતી. આ સમયે કલેકટરે નાના બાળક સાથે લાગણીસભર વાતચીત કરીને બેટા તું કેમ છે ? હું અને મારી ટીમ તારી સાથે છીએ ગભરાતો નહીં મુજબ વાતચીત કરી હતી.

વહીવટી તંત્ર દ્વારા સુઈગામના ૧૨ ગામનો સંપર્ક કરી લેવાયો

કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રએ સુઈગામ તાલુકાના સંપર્ક વિહોણા તમામ ૧૨ ગામનો સંપર્ક કરી લેવાયો છે. સુઈગામના ભરડવા, જલોયા સહિતના ગામમાં ૪ થી ૮ ફૂટ પાણી ભરાયા હતા તે તમામ ગામનો સંપર્ક કરીને જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરી લેવાઈ છે. કલેકટરે નડાબેટ ઝીરો પોઇન્ટ જવાના રસ્તે તૂટેલા નાળાનું નિરીક્ષણ કરી અધિકારીઓને સૂચન કર્યું

તમામ લોકોને સુરક્ષિત સ્થાનો પર આશ્રય અપાયો છે તેમને રહેવા અને જમવા અને પાણીની વ્યવસ્થા કરાઈ

કલેકટર મિહિર પટેલે સુઈગામથી નડાબેટ ઝીરો પોઇન્ટ જવાના રસ્તે તૂટેલા નાળાનું નિરીક્ષણ કરીને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને ઝડપી કામ કરવા સૂચના આપી હતી. આજે રાત સુધીમાં નાળુ તૈયાર થઈને રસ્તાને પૂર્વરત કરાશે. રાજ્ય સરકાર બી.એસ.એફ જવાનોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે કટિબધ્ધ હોવાનું કલેકટરે જણાવ્યું હતું. મોડી રાત્રે કલેકટર સહિત વહીવટી તંત્ર ટ્રેક્ટર અને બોટ મારફત લોકોની વચ્ચે પહોંચીને યુધ્ધના ધોરણે કામગીરી કરી હતી. કલેકટર મિહિર પટેલના નેતૃત્વમાં ટીમ બનાસકાંઠા મોડી રાત સુધી લોકોની વચ્ચે રાહત અને બચાવની કામગીરીમાં જોડાયેલી છે. તમામ લોકોને સુરક્ષિત સ્થાનો પર આશ્રય અપાયો છે તેમને રહેવા અને જમવા અને પાણીની વ્યવસ્થા કરાઈ છે.

અધિક કલેક્ટર કક્ષાના પાંચ અધિકારીઓની નિમણૂક કરાઈ છે જેઓ મોનિટરીંગ અને જરૂરી સંકલન કરી રહ્યા છે

કલેકટરના વડપણ હેઠળ ૧૯ જિલ્લા કક્ષાની સમિતિઓ અને ૧૩ જેટલા નોડલ અધિકારીઓ દ્વારા રાઉન્ડ ધ ક્લોક કામગીરી રાહત, બચાવ સહિત જરૂરી તમામ વ્યવસ્થાઓ માટે કલેકટર મિહિર પટેલના વડપણ હેઠળ જિલ્લા કક્ષાની ૧૯ જેટલી સમિતિઓ તથા ૧૩ જેટલા નોડલ અધિકારીઓ સ્થળ પર રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી રહ્યા છે. વહીવટી તંત્ર, NDRF અને SDRFની સંયુક્ત કામગીરી થકી ૧૭૦૦ થી વધુ લોકોને સફળતાપૂર્વક સ્થળાંતર કરી લેવાયા છે અને સ્થિતિ સામાન્ય બની રહી છે. વરસાદની પરિસ્થિતિની ગંભીરતાને જોતા રાજ્ય સરકાર દ્વારા અધિક કલેક્ટર કક્ષાના પાંચ અધિકારીઓની નિમણૂક કરાઈ છે જેઓ મોનિટરીંગ અને જરૂરી સંકલન કરી રહ્યા છે.

આજે વધુ ૧ લાખ ફૂડ પેકેટ અને ૧ લાખ પાણીની બોટલનું વિતરણ કરાશે

થરાદ ખાતે કલેકટરે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવા સૂચનાઓ આપી થરાદ ખાતે કલેકટર મિહિર પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં વીજળી, પાણી, ફૂડ પેકેટ, રસ્તા બાબતે ગહન ચર્ચા કરી હતી. તેમણે સિંચાઈ વિભાગ, નર્મદા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠો, પશુ આરોગ્ય સમિતિ, ખેતી, નેશનલ હાઈવે, પુરવઠા સહિતના વિભાગના અધિકારીઓ સાથે અત્યારસુધી કરેલી કામગીરી અને આગામી આયોજન બાબતે ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આજે વધુ ૧ લાખ ફૂડ પેકેટ અને ૧ લાખ પાણીની બોટલનું વિતરણ કરાશે કલેકટરના નેતૃત્વમાં આજ રોજ જરૂરિયાત મંદ લોકો માટે ૧.૫૦ લાખ ફૂડ પેકેટ અને ૧ લાખ પાણીની બોટલ વિતરણ કરાઈ હતી.


  • Follow us on: