ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાની વાત સામે આવી છે, મહુવામાં બે કલાકમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે, શરાફ બજાર, કેબીન ચોક, વાસી તળાવમાં વરસાદ વરસી રહ્યો છે, તો ભારે વરસાદ વરસવાના કારણે ખેતરોમાં પણ પાણી ભરાયા છે અને ખેડૂતોના તૈયાર થયેલા પાક પર પાણી ફરી વળ્યું છે.
મહુવા પંથકમાં ભારે વરસાદ
ભાવનગરના મહુવા પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, પરશીવપરા, ખાર ઝાંપા, નવા ઝાંપા વિસ્તાર, જનતા પ્લોટ, કુંભારવાડા સહિતના પંથકમાં વરસાદ વરસી રહ્યો છે, ગ્રામ્ય વિસ્તાર કુંભણ, જાદરા, ભાદરા, ગોરસ, મોટાખૂટવડા, બોરડી, સેત્રાના, સેડરડાના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે, તો વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, ગઈકાલે સાંજે પણ ભાવનગર પંથકમાં વરસાદ વરસ્યો હતો અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.
ભાવનગર પંથકમાં ભારે વરસાદ
લાંબા વિરામ બાદ વહેલી સવારથી મહુવા શહેર અને ગ્રામ્યમાં મેઘરાજાનું આગમન થયું છે, સવારથી ધોઘમાર વરસાદ વરસતા સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 3 ઈંચ વરસાદ પડયો છે, હાલ ક્યાંક જોરદાર તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે, હવમાન વિભાગની આગાહી અનુસાર જિલ્લામાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને શહેરના તમામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. સ્થાનિકોને પણ ગરમીના બફારાથી રાહત મળી છે, તો ઘણા ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે.
ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ
ભાવનગર શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, કાળીયાબીડ, સંસ્કાર મંડળ, સીદસર, ભગવતી સર્કલ, વાઘાવાડી પંથકમાં વરસાદ વરસી રહ્યો છે, અનેક રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાયા છે.