ભુજમાં પડેલા ભારે વરસાદના કારણે ભુજનું ઐતિહાસીક હમીરસર તળાવ ઓવરફ્લો થયું છે. સતત ચોથા વર્ષે હમીરસર તળાવ છલકાયું છે જેથી ભુજવાસીઓમાં હર્ષની લાગણી ફરી વળી છે. ઓવરફ્લો થયેલા તળાવને જોવા માટે મોટી સંખ્યામાં લોકો તળાવ ખાતે ઉમટી પડ્યા હતા.
સરકારી કચેરીઓ અને શાળાઓમાં રજા
ભુજનું હમીરસર તળાવ જ્યારે પણ ઓવરફ્લો થાય છે ત્યારે સરકારી કચેરીઓ અને શાળાઓમાં રજા જાહેર થાય છે અને આજે જ્યારે હમીરસર તળાવ ઓવરફ્લો થતાં આવતીકાલે સરકારી કચેરીઓમાં રજા રહેશે. ગુજરાત એક માત્ર એવું તળાવ છે જે ઓવરફ્લો થતા સરકારી કચેરીમાં જાહેર રજા રાખવામાં આવે છે.













