હાલ રાજ્યમાં વરસાદનો માહોલ છે. જેને કારણે મોટાભાગના પંથક પાણી-પાણી થયા છે. આસપાસના વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન છે. અને જન-જીવન ખોરવાયુ છે. આ કારણે અંતરિયાળ ગામડાંઓ સંપર્ક વિહોણા થયા છે. હવે આ ગામડાંઓમાં તંત્રની મદદ પહોંચવી મુશ્કેલ સાબિત થઇ રહી છે. તંત્રની બેદરકારી અને સરકારના વચનો પોકળ સાબિત થયા છે. ગામડાંઓમાં વિકાસના નામે માત્ર દાવાઓ કર્યા હોવાનું સામે આવ્યુ છે.


રહીશોની હાલત કફોડી

છોટા ઉદેપુરના કવાંટના ભૂંડમારિયા ગામે મહિલાની પ્રસૂતિ રસ્તામાં જ થઇ હોવાનું સામે આવ્યુ છે. કારણે વિકાસના અભાવે અહીં રસ્તાઓ બન્યા નથી. અને એમ્બ્યુલન્સ અહીં આવી શકતી નથી. તેથી પ્રસૂતાને રસ્તાના અભાવે ઝોળીમાં ઉંચકીને લઈ જવી પડી હતી. પરંતુ તે દરમિયાન જ રસ્તામાં પ્રસુતિ થઈ હતી. કવાંટ તાલુકાના ભૂંડમારિયા ગામના આમદા ફળિયાની મહિલાને સવારે પ્રસૂતિની પીડા ઉપડતા ઝોળીમાં ઉંચકીને લઈ જવાઇ હતી. ઝોળીમાં લઈ જતા 3 કિલોમીટર દૂર પ્રસુતિ થતા બાળકનો જન્મ થયો હતો. નસવાડીના સરિયાપાણી સુધી એમ્બ્યુલન્સ આવી હતી. અને મહિલાને અડધો કિલોમીટર સ્ટ્રેચર પર ઉંચકીને લઈ જવાઈ હતી.

દર્દીઓના હાલ થયા બેહાલ

છોટા ઉદેપુરના કવાંટના ભૂંડમારિયા ગામે મહિલાને પ્રસુતિ બાદ સારવાર માટે દુગ્ધા હોસ્પિટલ ખસેડાઇન હતી. રસ્તાના અભાવે વધુ એક મહિલાને ઝોળીમાં ઉંચકીને લઈ જવાની ઘટના પ્રકાશમાં આવી છે. વિકાસના મોટા મોટા દાવા પોકળ સાબિત થતા દ્રશ્યો છોટા ઉદેપુરથી સામે આવ્યા છે. ચોમાસાની શરૂઆતમાં જ આવા હાલ છે. તો આગામી સમયમાં સ્થાનિકોનું બેહાલ થવુ નિશ્ચિત છે. 

  • Follow us on: