છોટા ઉદેપુરના સંખેડામાં ઢાઢર નદી બે કાંઠે વહી રહી છે, છોટા ઉદેપુર અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઢાઢર નદીમાં નવા નીર આવ્યા છે અને નદી બે કાંઠે વહી રહી છે, કંટેશ્વર અને કાળી તલાવડી વચ્ચેના ગામનો સંપર્ક કપાયો છે, નદીના પાણી રોડ પર ફરી વળતા ગ્રામજનોને 10 કિમી ફરીને જવું પડે તેવી સ્થિતિનુ નિર્માણ થયું છે.


બ્રિજ બને તેવી ગ્રામજનોની માગ

છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાળી તલાવડી-કંટેશ્વર વચ્ચેથી પસાર થતી ઢાઢર નદી છેલ્લા ત્રણ દિવસથી બે કાંઠે વહી રહી છે. જેને કારણે કંટેશ્વર અને કાળી તલાવડી વચ્ચેના ગામોનો સંપર્ક કપાયો છે. અહીંયા ઊંચો પુલ મંજૂર થયો છે પરંતુ હજી સુધી તે અંગે કોઈ કાર્યવાહી થઇ નથી. કાળી તલાવડી-કંટેશ્વર અઢી કિલોમીટરનું અંતર છતાં બંને ગામના ગ્રામજનોને હાલમાં પાણી હોવાને કારણે એકબીજાના ગામે જવા માટે દસ કિલોમીટર કરતાં વધુ લાંબો ફેરવો પડે છે.

પુલ બની જાય તો ગ્રામજનોને વરસાદના સમયે મોટી રાહત મળે

છોટા ઉદેપુર જિલ્લાના ઢાઢર નદીના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઢાઢર નદી બે કાંઠે વહી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી ઢાઢર નદીમાં પાણી હોવાને કારણે કાળી તલાવડી-કંટેશ્વર વચ્ચેના ગામનો સંપર્ક કપાયો છે, કાળી તલાવડીથી કંટેશ્વર માંડ બે-અઢી કિલોમીટરનું અંતર થાય છે. પરંતુ નદીમાં પાણી આવી જવાને કારણે 10 કિલોમીટર કરતા લાંબો ફેરો બંને ગામના ગ્રામજનોને ફરવો પડે એવી સ્થિતિ સર્જાયેલી છે. જોકે કન્ટેશ્વરથી કસુંબિયાનો રોડ ચાલુ છે. પણ જો પુલ બની જાય તો લોકોને પડતી મુશ્કેલી દૂર થાય.

  • Follow us on: