ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત પર સર્જાયેલા હળવા દબાણની અસર શરુ તઇ ગઇ છે. અરવલ્લીના ધનસુરા વિસ્તારમાં 1 કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતી જોવા મળી રહી છે.


શનિ-રવિ ભારે વરસાદ પડી શકે

ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશની ઉપર અને તેની નજીકને અડીને આવેલા પૂર્વ રાજસ્થાનના વિસ્તાર પર એક હળવા દબાણનો વિસ્તાર રચાયો છે અને આ વિસ્તાર ધીમે ધીમે ગુજરાત તરફ સરકી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી રવિવારે 7 સપ્ટેમ્બરની સવાર સુધીમાં હળવા દબાણનો આ વિસ્તાર સરકીને દક્ષિણ રાજસ્થાન અને તેની નજીકના ઉત્તર ગુજરાત પર આવશે અને ત્યાં તે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે જેથી આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે

ધનસુરામાં એક જ કલાકમાં 4.5 ઇંચથી વધુ વરસાદ

આગાહીની અસર વરતાવાની હવે શરુ થઇ ગઇ છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા રાજસ્થાનને અડીને આવેલા છે અને આ હળવા દબાણની અસર હવે ધીમે ધીમે શરુ થઇ ગઇ છે . આજે અરવલ્લી જિલ્લાના ધનસુરામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ધનસુરામાં એક જ કલાકમાં 4.5 ઇંચથી વધુ વરસાદ પડતા જળબંબાકાર જેવી સ્થિતી થઇ ગઇ હતી

જવાહર બજારમાં ઢીંચણ સમા પાણી ભરાયા

ધનસુરાના જવાહર બજારમાં ઢીંચણ સમા પાણી ભરાયા હતા તો માલપુર ચોકડી વિસ્તારના મકાનોમાં પાણી ઘૂસ્યા હતા તો મોડાસા-નડિયાદ સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યા હતા. હજું બે દિવસ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરાયેલી છે

  • Follow us on: