ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેની નજીકના પૂર્વ રાજસ્થાન પર એક હળવા દબાણનો વિસ્તાર રચાયો છે. 7 સપ્ટેમ્બરની સવાર સુધીમાં દક્ષિણ રાજસ્થાન અને તેની નજીકના ઉત્તર ગુજરાત પર તે ડિપ્રેશનમાં ફેરવાઈ જવાની શક્યતા છે.
ગુજરાત અને રાજસ્થાનમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
ભારે ડિપ્રેશનના કારણે 7 સપ્ટેમ્બર સુધી બે રાજ્યો, ગુજરાત અને રાજસ્થાનમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. 5 થી 7 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં કેટલાક સ્થળોએ અને 6 અને 7 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડશે, અને 6 તારીખે પણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. 5 અને 6 સપ્ટેમ્બરે પૂર્વ રાજસ્થાનમાં અને ૭ સપ્ટેમ્બરે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં ભારે વરસાદની શક્યતા છે.
આજથી ત્રણ દિવસ વરસાદનું જોર વધુ રહેશે
વરસાદને લઇ હવામાન વિભાગની ચોંકાવનારી આગાહી આવી છે. આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે. ખાસ કરીને આજથી ત્રણ દિવસ વરસાદનું જોર વધુ રહેશે . રવિવારે 7 સપ્ટેમ્બરે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ જિલ્લામાં ભારેથી મદ્યમ વરસાદ
હવામાન વિભાગે નવસારી, વલસાડ, ડાંગ, વડોદરા, સુરત, ભરુચ, છોટાઉદેપુર, નર્મદા, બોટાદમાં ભારે વરસાદની આગાહી કરી છે તો અમદાવાદ,ગાંધીનગર,પાટણ, મહેસાણા,અરવલ્લી, દાહોદમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે.
કાલે આ જિલ્લામાં ભારે વરસાદ
આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, સુરેન્દ્રનગર, પાટણ, મોરબી, રાજકોટ, ખેડા તથા ગાંધીનગર, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો 7 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે પોર્ટ ઉપર LC3નું સિગ્નલ જાહેર કર્યુ છે.
આ તારીખોમાં પડશે વરસાદ
ઉત્તર-પશ્ચિમ ભારતની વાત કરીએ તો, 6 અને 7 સપ્ટેમ્બરે ઉત્તરાખંડ, 8 અને 9 સપ્ટેમ્બરે હિમાચલ પ્રદેશ, 8-10 સપ્ટેમ્બરે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, 10 સપ્ટેમ્બરે પંજાબ, 10 અને 11 સપ્ટેમ્બરે પૂર્વી ઉત્તર પ્રદેશ, 8 સપ્ટેમ્બરે પૂર્વી રાજસ્થાન, 5 સપ્ટેમ્બરે મરાઠવાડા, 7 સપ્ટેમ્બરે કોંકણ અને ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
પૂર્વી અને મધ્ય ભારતમાં વરસાદ
આ ઉપરાંત, જો આપણે પૂર્વી અને મધ્ય ભારતની વાત કરીએ તો, આગામી સાત દિવસોમાં, પશ્ચિમ મધ્ય પ્રદેશ, પાંચ સપ્ટેમ્બરે પૂર્વી મધ્ય પ્રદેશ, પાંચ સપ્ટેમ્બરે ઓડિશા, પાંચ સપ્ટેમ્બરે ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહારમાં આઠથી દસ દરમિયાન, નવ અને દસ સપ્ટેમ્બરે આંદામાન અને નિકોબાર ટાપુઓ, 10 અને 11 સપ્ટેમ્બરે છત્તીસગઢ અને પાંચ સપ્ટેમ્બરે પશ્ચિમ મધ્ય પ્રદેશમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
.