કેશોદ નગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુ પહેલા પ્રિ-મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી, જેમાં નદી નાળાઓ અને વોકળાની સફાઈ કરવામાં આવી હતી. પરંતુ કેશોદના અગતરાય રોડ ઉપર અને રેલવે ટ્રેક વચ્ચે આવેલા ઉતાવળિયા વોકળાના તળાવમાં ગાડીવેલને દૂર કરવામાં ન આવતા ગાંડીવેલે સામ્રાજ્ય જમાવ્યું હતું. તાજેતરમાં કેશોદ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઉતાવળિયા રોકડામાં ઘોડાપૂર આવ્યું હતું અને જેને કારણે તળાવમાંથી ગાંડી વેલે મોવાના, હાડલા, ચાંદીગઢ અને પાડોદર સહિતના ગ્રામ્ય પંથકના વોકળા અને તળાવમાં પ્રવેશી હતી. ખેતરોમાં પણ પ્રવેશ કરતા ખેડૂતોને પારાવાર નુકસાનીનો સામનો કરવો પડ્યો છે.
ગાંડી વેલને કારણે પાણી પણ પ્રદૂષિત થશે
કેશોદના ઉતાવળિયા વોકળાનું તળાવ સાફ કરવામાં નહીં આવે તો હજુ પણ ગ્રામ્ય પંથકમાં ગાંડી વેલ ચોમાસાના પાણીની સાથે તણાઈને આવશે તેવો ભય ગ્રામ્ય પંથકના ખેડૂતોનો છે, તેમજ આ ગાડી વેલ જો પાણીના પ્રવાહને અવરોધ ઉભા કરશે તો નદી નાળા અને વોકળામાં આજુબાજુની દીવાલો તોડીને ખેતરમાં પાણી ઘૂસી જાય તેવી પરિસ્થિતિ ઊભી થશે, કારણ કે પાણીને રોકવા માટે ખેડૂતોએ માટીના પાડા બનાવ્યા હોય છે. જે પાણીના પ્રવાહને અટકાવી શકે નહીં, જેથી ગ્રામ્ય પંથકના બનાવેલા પાળાઓ જો તોડી નાખવામાં આવશે તો આજુબાજુના ખેતરોને મુશ્કેલી ઊભી થશે તેમ જ ગાડીવેલને કારણે પાણી પણ પ્રદૂષિત થશે જેનું જોખમ પશુ ઉપર થઈ શકે છે.
ગ્રામ્ય પંથકમાં ખેડૂતોમાં ચિંતા ફરી વળી
અગાઉના વર્ષોમાં કેશોદ નગરપાલિકાએ ઉતાવળિયા તળાવની સાફ-સફાઈ કરીને ગાડીવેલ દૂર કરી હતી, જે દર વર્ષે કરવી જરૂરી છે. પરંતુ ચાલુ વર્ષે કેશોદ નગરપાલિકાએ ફ્રીમોશન કામગીરી કરી ન કરી હોય, જેથી તળાવમાંથી ગાંડીવેલ તણાઈને ગ્રામ્ય પંથકમાં જતા ખેડૂતોમાં ચિંતા ફરી વળી છે. જેની જાણ નગરપાલિકાને કરવામાં આવતા અને રજૂઆતોને આધારે હવે કેશોદ નગરપાલિકા દ્વારા આ ગાડી વેલને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આમ, કેશોદ નગરપાલિકાની બેદરકારીનો ભોગ ગ્રામ્ય પંથકના ખેડૂતોને બનવું પડ્યું છે, પરંતુ સમયસર કેશોદ નગરપાલિકાએ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવતા હવે ગ્રામ્ય પંથકના ખેડૂતોને ચિંતામાંથી મુક્તિ મળશે.