હિંમતનગરમાં ધોધમાર વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. બળવંતપુરા રેલવે અંડરપાસમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા અંડરપાસ સ્વિમિંગ પૂલ બન્યો છે.અંડરપાસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પાણી નિકાલની યોગ્ય સુવિધા ન હોવાથી હાલાકી પડી રહી છે. લોકો 15 કિમી ચક્કર કાપવા મજબૂર બન્યા છે.
બળવંતપુરા રેલવે અંડરપાસમાં પાણી ભરાયા













