સાબરકાંઠા જિલ્લાને વરસાદે ઘમરોળ્યું છે. હિંમતનગરમાં નગર પાલિકાની બેદરકારી સામે આવી છે. શહેરના પોશ વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસ્યા છે. અવનીપાર્ક સોસાયટીમાં 15 જેટલી કાર પાણીમાં ડૂબી ગઈ છે. શાસ્ત્રીનગર, શગુન બંગ્લોઝમાં ઘરમાં પાણી ઘૂસ્યા છે. છાપરિયા ચાર રસ્તા પર દુકાનો પાણીમાં ગરકાવ થઈ છે. તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે.


સાબરકાંઠા જિલ્લાને વરસાદે ઘમરોળ્યો

જિલ્લાને ભારે વરસાદે ઘમરોળી નાખ્યો છે. શહેરના પોશ વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસ્યા સાથે અવની પાર્ક સોસાયટીમાં 15 થી વધુ કારો પાણીમાં ડુબી ગઈ છે. શાસ્ત્રીનગર અને શગુન બંગલોઝમાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે. રાત્રી સમય દરમિયાન ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના તમામ નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે. લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

હિંમતનગરમાં 15 કાર પાણીમાં ડૂબી ગઈ

જિલ્લામાં ભારે વરસાદના કારણે લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. એક બાજુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે તો બીજી તરફ કાર પાણીમાં ગરકાવ થઈ છે. ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. સાબરકાંઠામાં ભારે વરસાદથી રસ્તાઓ પર નદીઓ વહી રહી હોય તેવા પાણી ભરાયા છે. લોકોને ઘરો, દુકાનો જ્યા જુઓ ત્યાં પાણી જ પાણી ભરાયા છે.


  • Follow us on: