ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પંચમહાલના જાંબુઘોડા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૮ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન મેઘમહેર જોવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન પંચમહાલ અને આણંદ જિલ્લામાં સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.


ભરૂચના ઝઘડિયા તાલુકામાં પણ બે-બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો

જેમાં પંચમહાલના જાંબુઘોડા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૮ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે, છોટા ઉદેપુરના જેતપુર પાવી તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તાલુકાની વાત કરીએ તો, ગત ૨૪ કલાકમાં આણંદના પેટલાદ અને વલસાડના કપરાડા તાલુકામાં ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વધુમાં, આણંદ જિલ્લાના તારાપુર, બોરસદ અને આણંદ તાલુકામાં, પંચમહાલના હાલોલ તેમજ ભરૂચના ઝઘડિયા તાલુકામાં પણ બે-બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

રાજ્યના ૯ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ

આ ઉપરાંત રાજ્યના ૯ તાલુકામાં એક ઈંચથી વધુ તેમજ ૬૩ તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૫ જિલ્લાના ૮૧ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તા. ૧૭ જૂન, ૨૦૨૫ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૪ ટકાથી વધુ નોંધાયો છે. જેમાં આ સીઝનનો સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો છે.

  • Follow us on: