જામનગરના જોડિયામાં ત્રણ ઇંચ વરસાદ ખાબકયો છે, ધોધમાર વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા છે અને માનપર, બાલંભા, લખતર, ભાદરા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પડી રહ્યો છે વરસાદ, તો વરસાદ વરસતાની સાથે નદીમાં પણ નવા નીરની આવક થઈ છે.
જામનગર જિલ્લાના જોડીયામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ
જામનગર જિલ્લાના જોડીયામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે, ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર જગ્યાએ પાણી પાણી થઈ ગયું છે, જોડિયાના માનપર, બાલંભા, લખતર, ભાદરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, થોડા દિવસના વિરમ બાદ ફરી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે.
જામનગરના જામજોધપુરમાં પણ વરસાદ
જામજોધપુર ટાઉનમાં છેલ્લા 24 કલાક દરમિયાન આઠ મી.મી. વરસાદ નોંધાયો હતો, જયારે જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં 12 મી.મી., ઉપરાંત લાલપુરના હરીપર ગામમાં 10 મી.મી. તથા પરડવા ગામમાં પાંચ મી.મી. વરસાદ નોંધાયો છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતોનો તૈયાર થયેલ પાક નિષ્ફળ ગયો છે. તો ગામડામાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન પર તેની અસર જોવા મળી છે.