જામનગરમાં સારો વરસાદ પડતા રંગમતી ડેમ ફરી છલોછલ ભરાયો છે. જામનગર તાલુકામાં આવેલ રંગમતી ડેમ ફરી છલોછલ થતા નીચાણવાળા વિસ્તારોના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. રંગમતી ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે. ચંગા, ચેલા, દરેડ, નવા નાગના, જુના નાગના ગામડાઓમાં સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
જોડીયામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ
જામનગર જિલ્લાના જોડીયામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે, ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર જગ્યાએ પાણી પાણી થઈ ગયું છે, જોડિયાના માનપર, બાલંભા, લખતર, ભાદરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, થોડા દિવસના વિરમ બાદ ફરી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે.
રંગમતી ડેમ છલોછલ ભરાયો
જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પડી રહ્યો છે વરસાદ, તો વરસાદ વરસતાની સાથે નદીમાં પણ નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે રંગમતી ડેમ છલોછલ ભરાયો છે. નીચાણવાળા વિસ્તારોના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. રંગમતી ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે.