જામનગરના લાલપુરના સેવક ધુળીયામાં વીજળી પડવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. ખેતરમાં કામ કરતા ચાર મજૂરો પર વીજળી પડી હતી. જેમાં બે ભાઈના મોત થયા છે. જ્યારે અન્ય બે ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટનાથી ગામમાં શોકનો માહોલ છવાયો છે. તંત્ર દ્વારા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરાઈ છે.
લાલપુરમાં ચાર લોકો પર વીજળી પડી













