સાબરકાંઠામાં હરણાવ ડેમમાંથી પાણી છોડાયું છે. પોળો ફોરેસ્ટ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે. પોળો ફોરેસ્ટ તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. પ્રવાસીઓ માટે પોળો ફોરેસ્ટ માર્ગ પર અવરજવર મુશ્કેલ બની છે. ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગરમાં વરસાદી માહોલ જામ્યો છે. વણજ ડેમ, નદીઓ અને નાળાઓમાં પાણીની આવક વધી રહી છે. મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે.
હરણાવ ડેમમાંથી પાણી છોડાયું













