કચ્છના રાપર શહેરમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાતાં કમોસમી વરસાદી ઝાપટાં વરસ્યા હતા. બપોરના સમયે લગભગ ત્રણ વાગ્યા બાદ વરસાદની શરૂઆત થઈ હતી. જેના પગલે ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોને આંશિક રાહત મળી હતી. રાપર શહેર અને તેની આસપાસના ગામોમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ હતું. બપોર બાદ અચાનક વરસાદી ઝાપટાં શરૂ થતાં વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ હતી.
રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
લાંબા સમયથી ઉકળાટ અને ગરમીનો સામનો કરી રહેલા લોકોએ આ વરસાદી ઝાપટાંને કારણે રાહત અનુભવી હતી. જોકે આ વરસાદના ઝાપટાં એટલા જોરદાર હતા કે તેના કારણે રાપર શહેરના મુખ્ય બજારો અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા હતા. બજારમાંથી પાણીના પ્રવાહ નીકળ્યા હતા. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ કમોસમી વરસાદની મોસમ ખેડૂતો માટે ચિંતાનો વિષય છે.













