મહિસાગરના કડાણા ડેમમાં પાણીની ભારે આવક જોવા મળી છે. કડાણા ડેમના 12 ગેટ 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. મહી નદીમાં 2.18 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. કડાણા ડેમમાં પાણીની આવક 2.18 લાખ ક્યુસેક છે. નદી કિનારાના આસપાસના 128 ગામને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે.


કડાણા ડેમના 12 ગેટ 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા

ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદના પગલે કડાણા ડેમમાં ભારે પાણીની આવક જોવા મળી રહી છે. કડાણા ડેમના 12 ગેટ 10 ફૂટ સુધી ખોલી 2,18,210 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી આવ્યું છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે 2,18,210 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. કડાણા ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા 12 ગેટ ખોલી 2,18,210 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

નદી કિનારાના આસપાસના 128 ગામને સાવચેત કરાયા

કડાણા હાઇડ્રો પાવર મારફતે 20,400 ક્યુસેક પાણી છોડી 4 યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે. કડાણા ડેમનું રૂલ લેવલ 416.9 ફૂટ પર પહોંચ્યું ભય જનક સપાટી થી ડેમ ત્રણ ફૂટ દૂર છે. કડાણા ડેમમાં પાણી છોડતા મહી નદી બે કાંઠે થઈ છે. નીચાણવાળા વિસ્તારના 128 જેટલા ગામોને નદી કે તળાવ નજીક નજવા અપીલ કરવામાં આવી છે. આગામી સમયમાં પણ ડેમ દ્વારા પાણી છોડાય તેવી શક્યતા છે.

  • Follow us on: