મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. ધરોઈ ડેમના 2 ગેટ 7 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં 18814 ક્યુસેક પાણીની આવક થઈ છે. 18814 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાવામાં આવી રહ્યું છે. ધરોઈ ડેમની સપાટી 617.51 ફુટે છે. સાબરમતી નદી વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદીમાં નાહવા કે જોવા ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.
ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો













