મહેસાણાના ગિલોસણના સરપંચની ગોલમાલ બહાર આવ્યા બાદ જિલ્લા કલેક્ટર દ્વારા મામલાની ઉંડી તપાસ શરુ કરાઇ હતી આખરે તપાસ બાદ મહિલા સરપંચને પદ પરથી દૂર કરવા કલેક્ટરે આદેશ કર્યો હતો.
મહિલા સરપંચ અફરોજબાનુની ઉંમરને લઇ વિવાદ
ઉલ્લેખનિય છે કે મહિલા સરપંચ અફરોજબાનુની ઉંમરને લઇ વિવાદ થયો હતો. આરોપ લગાવાયો હતો કે 21 વર્ષ ઉંમર બતાવી મહિલા સરપંચ ચૂંટણી જીત્યા હતા. મહિલા સરપંચ 21 વર્ષની ઉંમર બતાવી તૂંટણી જીત્યા હતા. પછી તંત્રએ તપાસ કરી તો ખબર પડી ને તે 19 વર્ષના છે.
જન્મનો દાખલો જ ખોટો નિકળ્યો
જો કે તપાસ દરમિયાન મહિલા સરપંચ અફરોજબાનુ 21 વર્ષના હોવાનો જન્મનો દાખલો રજૂ કરાયો હતો. પણ હવે જન્મનો દાખલો જ ખોટો નિકળ્યો છે અને પરિણામે તેમને સરપંચપદેથી દુર થવું પડે તેવી નોબત આવી ગઇ છે.
તપાસના અંતે મહિલા સરપંચ 19 વર્ષના નીકળ્યા
આ મામલે ભારે વિવાદ થતાં જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશ અપાયા હતા. આખરે તપાસના અંતે મહિલા સરપંચ 19 વર્ષના નીકળ્યા હતા અને મહિલા સરપંચનો જન્મલનો દાખલો ખોટોહોવાનું બહાર આવ્યું હતું.
તેમના ભાઇની ઉંમરનો દાખલો સરપંચે પોતાના નામે કઢાવ્યો
તપાસમાં જણાયું કે તેમના ભાઇની ઉંમરનો દાખલો સરપંચે પોતાના નામે કઢાવ્યો હતો અને સબ રજીસ્ટ્રારને શંકા જતા તપાસમાં ગોલમાલ નીકળી હતી. આ મામલે હવે જન્મનો દાખલો કઢાવનાર વિરુદ્ધ પણ કાર્યવાહી થશે. આ મામલે મહિલા સરપંચને સરપંચપદેથી દુર કરવા ડીડીઓને કલેક્ટર દ્વારા આદેશ અપાયો છે.













