ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. પવિત્ર યાત્રાધામ શામળાજીમાં આજે વધુ એક ભેખડ ધસી પડી છે જેના કારણે વાહન ચાલકોને સાવધ રહેવા તંત્ર દ્વારા અપીલ કરાઇ રહી છે.


અવાર નવાર ભેખડ ધસી પડવાની ઘટનાઓ

અરવલ્લીની ગિરીમાળા વચ્ચે વસેલા શામળાજી વિસ્તારમાં વરસાદ સમયે અવાર નવાર ભેખડ ધસી પડવાની ઘટનાઓ બને છે તેમાં આજે આવી વધુ એક ઘટના બની છે. શામળાજી પાસે વધુ એક ભેખડ ધસી પડી છે.

શામળાજી થી ઉદયપુર હાઇવે પર લેન્ડસ્લાઇડ

મળેલી માહિતી પ્રમાણે શામળાજી થી ઉદયપુર હાઇવે પર લેન્ડસ્લાઇડ થયું છે. સતત ચાલુ રહેલા વરસાદથી ભેખડ ધસી પડવાની ઘટના બની છે. ઉલ્લેખનિય છે કે શામળાજીથી ઉદયપુર પંથક સતત પહાડો અને ગિરીમાળાઓથી ઘેરાયેલો વિસ્તાર છે અને ચોમાસામાં આવી ઘટના બનતી રહે છે

વાહનચાલકોને શામળાજી પાસે તકેદારી રાખવા અપીલ કરાઇ

ભેખડ ધસી પડતાં તત્કાળ હાઇવે વિભાગ દ્વારા ભેખડના તુટેલા હિસ્સાઓને ખસેડવાની કાર્યવાહી શરુ કરાઇ છે જેથી વાહનચાલકોને શામળાજી પાસે તકેદારી રાખવા અપીલ કરાઇ છે. ચોમાસામાં પહાડો વચ્ચેથી પસાર થતાં રસ્તાઓ પર સાવચેત રહેવું અત્યંત જરુરી છે 

  • Follow us on: