પાલીતાણાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. આ સિઝનમાં ડેમ સતત બીજી વખત ઓવરફ્લો થયો છે. શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા ડેમના 20 દરવાજા એક ફૂટ ખોલી પાણી છોડાવામાં આવી રહ્યું છે. પાલીતાણા અને તળાજા સહિત તાલુકાના 18 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદીના પટમાં લોકોને અવરજવર નહિ કરવા સૂચના આપવામાં આવી છે. 1800 ક્યુસેક પાણી 20 દરવાજા છોડવામાં આવી રહ્યું છે. 34 ફૂટે ડેમની સપાટી આંબતા દરવાજા ખોલવામાં આવ્યા છે.


શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો

શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા પાલીતાણા અને તળાજા તાલુકાના 18 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ ડેમમાં પાણીની આવક વધારે હોવાથી ડેમનું સ્તર જાળવવા ડેમાના 20 દરવાજા ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. 34 ફૂટે ડેમની સપાટી આંબતા દરવાજા ખોલવામાં આવ્યા છે.

 18 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા 

ભાવનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે નદીનાળા છલકાયા છે. ભારે વરસાદના પગલે શેત્રુંજી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા ડેમના 20 દરવાજા એક ફૂટ ખોલી પાણી છોડાવામાં આવી રહ્યું છે. પાલીતાણા અને તળાજા સહિત તાલુકાના 18 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદીના પટમાં લોકોને અવરજવર નહિ કરવા સૂચના આપવામાં આવી છે. 1800 ક્યુસેક પાણી 20 દરવાજા છોડવામાં આવી રહ્યું છે.


  • Follow us on: