ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં 2 દિવસથી વરસાદ જોવા મળી રહ્યો છે.ભાવનગરમાં વરસાદના પગલે નદી નાળા છલકાયા છે. પાલીતાણામાં ઘેટી રોડ પર બાઈક સવાર પાણીના પ્રવાહમાં ફસાયો હતો. રોડ ક્રોસ કરવા જતાં પોસ્ટકર્મી ફસાયો પાણીના વહેણમાં ફસાયો હતા. ભારે વરસાદના પગલે રોડના કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. ભારે જહેમતે સ્ટાફે બાઈક સવારનું રેસ્ક્યુ કર્યુ છે.


ભાવનગરમાં વરસાદના પગલે નદી નાળા છલકાયા

ભાવનગરના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગારીયાધારમાં ભારે વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયા હતા. ગારીયાધાર શહેરમાં વરસાદની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબકતા તળાવ તેમજ ડેમોમાં નવા નીર ની આવક થઈ હતી. ખાસ કરીને ગારીયાધારના પચ્છેગામ, ડમરાળા, સાતપડા, સમઢીયાળા સહિત ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને જે વરસાદ વરસ્યો છે તેના કારણે ગામોના પાદરા પાણી પસાર થઈને તળાવો ગ્યાં છે પરિણામે ડેમોમાં નવા નીર આવક થઈ છે.ગારીયાધારના આ ગામોમાં ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા છે તેમજ તળાવોમાં નવા નીર આવક થઈ છે.

રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી : અંબાલાલ પટેલ

17,18,19 જૂન રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, 22 જૂન બાદ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને 26 થી 30 જૂન દરમ્યાન અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, દક્ષિણ સૌરાષ્ટ્ર કેટલાક ભાગોમાં પુર જેવી સ્થિતિ સર્જાશે.

  • Follow us on: