ગુજરાતમાં ભારે વરસાદ થવાથી નદી નાળા છલકાયા છે. આ ઉપરાંત ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવવાથી પુરની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં કેટલાક ડેમ ઓવરફ્લો થયાં છે. ત્યારે પંચમહાલમાં કડાણા ડેમમાંથી મહિસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યુ છે. 60 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા મહિસાગર નદી બે કાંઠે વહેતી થઈ છે. ડેસર તાલુકાના નદી કિનારાના ગામોને એલર્ટ કરાયા છે.


મહિસાગર નદીમાં 60 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું

કડાણા ડેમમાંથી મહિસાગર નદીમાં 60 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીમાં પાણી છોડવામાં આવતા ડેસર તાલુકાના નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મહીસાગર, ઠાસરા, સેવાલિયા, અંઘાડી, સાવલી, વરસડા,‌ વાઘપુરા, જાંબુગોરલ, ઇટવાડ, ચાવડાના મુવાડા, નાની વર્ણોલી ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.

સાંજે 4 વાગ્યા સુધી રાજ્યના 207 તાલુકામાં વરસાદ

રાજ્યમાં આજે ચાર વાગ્યા સુધીમાં 207 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. બીજી તરફ ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. આજે સૌથી વધુ 2.6 ઈંચ વરસાદ બનાસકાંઠાના દાંતામાં ખાબક્યો છે. આ ઉપરાંત ઈડરમાં 2.4 અને ઉમરપાડામાં 2.32 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 6 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ વરસાદ અને 32 તાલુકાઓમાં 1 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે.


  • Follow us on: