પંચમહાલમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પંચમહાલના હાલોલ અને કાલોલ તાલુકામાં પણ વરસાદ નોંધાયો હતો. શાક માર્કેટ,બસ સ્ટેન્ડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. ભારે વરસાદના પગલે લોકોના વાહનો બંધ પડી ગયા હતા.


135 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો 

ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમાં સુરતમાં વરસાદ ખાબકતા સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે, આજે સૌરાષ્ટ્ર,દ.ગુજરાતમાં અતિભારે વરસાદ રહેશે. આ ઉપરાંત રાજયમાં 24થી 29 જૂન સુધી દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. પવનની ગતી 30-40 કિ.મી. પ્રતિકલાકની રહેશે. ત્યારે આજે રાજ્યમાં સાંજે 06 વાગ્યા સુધીમાં 135 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે.

આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે દાહોદ,વડોદરા, છોટાઉદેપુર,પંચમહાલ,સુરત,વલસાડ, નવસારી,નર્મદા, અમરેલી,ભાવનગર, જૂનાગઢ,ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ,ખેડા, મહીસાગર,અરવલ્લી,બનાસકાંઠા, સાબરકાંઠા,મહેસાણા,પાટણ, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરી છે. માછીમારોને આગામી 2 દિવસ દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં સૌરાષ્ટ્ર-કચ્છ તરફ વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.


  • Follow us on: