પંચમહાલમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદના કારણે પંચમહાલમાં જનજીવન પ્રભાવિત થયું. હાલોલમાં વરસી રહેલા વરસાદથી બસ સ્ટેશનથી પાવાગઢ રોડ ઉપર જવાના રસ્તા ઉપર વરસાદી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ ઉપર હાલ પણ વરસાદી પાણી ધીમે ધીમે વધી રહ્યા હતા. જોકે વરસી રહેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થવા સાથે રસ્તા ઉપર પણ તળાવમાં ફેરવાયા હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા.


ધોધમાર વરસાદમાં હાલોલની હાલત કફોડી

હાલોલમાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ગોધરા રોડ ઉપર નાકોડા દર્શનમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. લોકો રોજિંદા કામ પતાવવા મહામુસીબતે પાણીમાંથી પસાર થઈ રહ્યાછે. તો કેડસમા પાણીમાં કયાંક વાહનો ફસાયો છે તો કયાંક ડૂબી ગ્યા છે. પાણીમાં ડૂબી ગયેલા વાહનોને સ્થાનિકો બહાર કાઢવા પ્રયાસ કરી રહ્યા છે. વરસાદમાં જ્યોતિ સર્કલ પાસે ચારથી પાંચ મજૂરો ફસાઈ જતાં ફાયર વિભાગ દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું.

મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

ચોમાસામાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. હાલોલમાં નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ગોધરા તરફના રોડ ઉપર આવેલ બિગ માર્ટની પાછળ એપાર્ટમેન્ટમાં 34 જેટલા પરિવારો રહે છે અને ગ્રાઉન્ડ ફ્લોરમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોમાં ચિંતાના વાદળ જોવા મળ્યા. સ્થાનિકોને આશા છે કે આવી કઠિન સ્થિતિમાં તંત્ર મદદ કરે. લોકોએ ફરિયાદ પણ કરી કે તંત્રએ યોગ્ય રીતે પ્રિ.મોન્સૂનની કામગીરી ના કરતા આ સ્થિતિ સર્જાઈ છે. પાવાગઢ જવાના રસ્તા ઉપર પણ પાણી ભરાતા લોકો માટે શ્રદ્ધાળુઓએ મહાકાળી માતાના દર્શન કરવા દુર્લભ બન્યા છે.



  • Follow us on: