પંચમહાલ જિલ્લાના હાલોલ-પાવાગઢ રોડ પર આવેલા એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આજે એક દુર્ઘટના બની હતી. જેમાં પાલખ તૂટી પડવાને કારણે ત્રણ શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા શ્રમિકો પૈકી બેની હાલત અત્યંત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણ કાર્યમાં શ્રમિકો પ્લાસ્ટર કરવા માટે એક પાલખ પર કામ કરી રહ્યા હતા તે સમયે આ દુર્ઘટના બની હતી.
પ્લાસ્ટર માટે બનાવેલી પાલખ તૂટતા 3 ઘાયલ













