પાટણ જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ મોડી રાતથી જ શરૂ થઈ ગઈ હતી. જેથી પાટણના અલગ અલગ તાલુકામાં વરસાદી પાણી ભરાયા છે. પાટણના સિદ્ધપુર તાલુકામાં મોડી રાત્રે પવન સાથે વરસાદે આગમન કર્યું હતું. મેઘરાજાના આગમનને લઈ લોકોને ગરમી સામે રાહત અનુભવાઈ હતી. ઉપરાંત સિદ્ધપુરમાં નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકોની મુશ્કેલી વધી હતી. કાલેડા, ધનાવાડા, પચકવાડા દશાવાડામાં વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો હતો. કલ્યાણા, કુંવારા, કાકોશી પંથકમાં મણ ધોધમાર વરસાદ વરસ્યો છે.


પાટણના રાધનપુરમાં મેઘ મહેર થતાં રસ્તા પર વરસાદી પાણી ભરાયા

પાટણના રાધનપુરમાં વરસાદને લઈ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સાતુન, કમાલપુર, કલ્યાણપુરા, મોટીપીપળીમાં ભારે વરસાદ વરસ્યો છે. જ્યારે રાધનપુરની મુખ્યબજારમાં પણ મેઘ મહેર થતાં વરસાદી પાણી ભરાયા હતા. રાધનપુર હાઇવે ચોકડીથી રાજગઢી સુધી પાણી જ પાણી જોવા મળ્યું હતું. રસ્તાઓ પર ઢીંચણ સમા પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. રાધનપુરમાં રસ્તા પર વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને કારણે માર્ગો પર વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. રાધનપુર હાઈવેના સર્વિસ રોડ પર ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે. માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને પણ ભારે હાલાકી અનુભવાઈ રહી છે.

પાટણના પદમનાથ વિસ્તારમાં પણ મેઘાવી માહોલ

વરસાદના આગમનથી પદમનાથ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે. જાહેર માર્ગો પર વરસાદી પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. હાઈવે પર વરસાદી પાણી ભરાતા લોકોને અવર જવર કરવામાં મુશ્કેલી ઉભી થઈ હતી. માર્ગો પર વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

સિદ્ધપુરનું રસુલ તળાવ છલકાયું, 100થી વધુ ઘરોમાં ઘુસ્યા પાણી 

મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થતાં પાટણના સિદ્ધપુરનું રસુલ તળાવ છલકાયું છે. રસુલ તળાવ વિસ્તારમાં 100થી વધુ ઘરોમાં તળાવનું અને વરસાદી પાણી ભરાયું છે. ઘરોમાં વરસાદી પાણી ભરાતા લોકો પોતાના ઘર છોડવા માટે મજબૂર બન્યા છે. તથાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરતા લોકોને ભારે હાલાકી અનુભવાઈ રહી છે. લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે. હાલાકી પડતાં સ્થાનિકોમાં તંત્ર સામે જોવા મળ્યો રોષ હતો. સિદ્ધપુર-કાકોશી હાઇવે પર પણ વરસાદી પાણી ભરાયા છે. તદુપરાંત સેદ્રાણા ચાર રસ્તા પર વરસાદી પાણી ભારાતા લોકોને મુશ્કેલી અનુભવાઈ રહી છે. હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.


  • Follow us on: