પાટણમાં વાલીઓ માટે લાલબત્તી સમાન ઘટના સામે આવી છે. યુવકના ત્રાસથી વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આદર્શ હાઇસ્કૂલની વિદ્યાર્થિનીએ દિપક પરમાર નામના યુવકના ત્રાસથી આત્મહત્યા કરી છે. ધો. 11ની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. દિપક પરમાર રસ્તામાં વિદ્યાર્થિનીની પજવણી કરતો હતો. ફોન નંબર માગી શારિરીક-માનસિક ત્રાસ આપતો હતો.


પાટણમાં યુવકના ત્રાસથી વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી

પાટણની જાણીતી આદર્શ હાઈસ્કુલની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પાટણ શહેરની શાળાઓ બહાર લુખ્ખાઓના અડીંગા વિદ્યાર્થીનીઓ માટે જીવલેણ બની રહ્યા છે. ધોરણ 11 સાયન્સમાં ભણતી અવની ગણપતભાઈ મકવાણા નામની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી છે. પોતાના ઘરે સુજનીપુર ખાતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે.

વાલીઓ માટે લાલબત્તી સમાન ઘટના

દિપક પરમાર નામનો ઈસમ અવનીને શાળાએ જતા આવતા રસ્તામાં પજવણી કરતો હતો. અવની પાસે ફોન નંબર માગી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી છે. મૃતક અવનીના પિતા ગણપત મકવાણા પાટણ હોમગાર્ડ કમાંડર તરીકે ફરજ બજાવે છે. 

  • Follow us on: