પાટણમાં ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. સિદ્ધપુર અને સરસ્વતી તાલુકામાં વરસાદી તારાજી જોવા મળી છે. ભારે વરસાદથી પાણી ભરાતા રસ્તાઓ બંધ થયા છે. કાકોશીથી મેસર તરફ જવાનો રસ્તો બંધ થયો છે. વ્હોળામાં અચાનક વધુ પાણી આવતા રસ્તો બંધ થયો છે. પચકવાડા, વાગરોલ, ધનાવાડા ગામનો રસ્તો બંધ, વદાણી સહિતના અનેક ગામો થયા સંપર્ક વિહોણા થયા છે. સિદ્ધપુરના મામવાડા ગામમાં પાણી ભરાયા છે.


સિદ્ધપુર અને સરસ્વતી તાલુકામાં વરસાદી તારાજી

સિદ્ધપુર તેમજ સરસ્વતી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વરસાદી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. સિદ્ધપુર તાલુકામાં પડેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા વરસાદી પાણીના કારણે રસ્તાઓ બંધ થયા છે. સિદ્ધપુર તેમજ સરસ્વતી તાલુકાના કાકોશીથી મેસર તરફ જવાનો રસ્તો બંધ થયો છે. નદીના વ્હોળામાં અચાનક વધુ માત્રામાં પાણી આવી જતા રસ્તો બંધ થયો. પચકવાડા, વાગરોલ, ધનાવાડા, વદાણી સહિતના અનેક ગામોનો વાહનવ્યવહાર બંધ થયો છે.

લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો 

પાટણ જિલ્લામાં આજે મેઘરાજા મહેરબાન થયા છે. જિલ્લામાં ભારે વરસાદના પગલે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. નદીઓ બે કાંઠે વહી રહી છે. સિદ્ધપુર-કાકોશી હાઇવે પર પણ વરસાદી પાણી ભરાયા છે. તદુપરાંત સેદ્રાણા ચાર રસ્તા પર વરસાદી પાણી ભારાતા લોકોને મુશ્કેલી અનુભવાઈ રહી છે. હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. 

  • Follow us on: