પોરબંદરમાં ગુમ થયેલા માછીમારો સલામત રીતે દરિયા કિનારે પરત ફર્યા છે, ગઈકાલે હોડી સાથે 5 માછીમારો દરિયામાં થયા હતા ગુમ અને તમામ માછીમારો સહિસલામત દરિયાકાંઠે પહોંચતા પરિવારે પણ રાહતનો શ્વાસ લીધો હતો અને તંત્રએ પણ, બીજી તરફ પોલીસ અને ફિશરીઝ વિભાગે વધુ કાર્યવાહી હાથધરી છે.
પોરબંદરના સમુદ્રમાં માછીમારો ગુમ થયા હતા
ગઈકાલે પોરબંદરના સમુદ્રમાં માછીમારો ગુમ થયા હતા અને હોડી સાથે તમામ 5 માછીમારો સહી સલામત અંદાજે સવારે 7 વાગ્યે દરિયા કાંઠે પહોંચ્યા હતા, ફિશરીઝ વિભાગ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેમજ હર્બર મરીન પોલીસે દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. જય સાંકરી આઇ કૃપા નામની હોડી માછીમારો સાથે દરીયામાં થઇ હતી ગુમ.
ગઈકાલે 5 માછીમારો દરિયામાં ગુમ થયાના સમચાર હતા
હાલ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ ગુજરાતનો દરિયો ભારે તોફાની જોવા મળી રહ્યો છે. તેવામાં પોરબંદરના દરિયામાં 5 માછીમાર લાપતા થયા છે. જય સાંકરી આઇ કૃપા નામની બોટ લાપતા થઈ છે.તમામ માછીમાર ગીર સોમનાથના હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. લાપતા બનનાર મચ્છીમાર કિશન મેઘજીભાઈ ડાલકી (ઉ. વ. 46) - ટંડેલ,પ્રભુદાસ રામજીભાઈ આંજણી (ઉ. વ. 50) - ખલાસી, મનસુખભાઈ લાલ પાંજરી (ઉ. વ. 43) - ખલાસી, રમેશ રામાભાઈ લોઢારી (ઉ. વ. 44) - ખલાસી, મુકેશભાઈ (ઉ. વ. 50) - ખલાસી.
દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો
લ્લામાં વરસાદી માહોલ ભારે વરસાદથી દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. દરિયામાં માછીમારી કરવા જાતા માછીમાર લાપતા થયા છે. દરિયાકિનારે વસતા લોકો પોતાની આજીવિકા માટે દરિયો ખેડતા હોય છે. જો કે તંત્ર દ્વારા વરસાદને પગલે આ દિવસોમાં માછીમારોને દરિયા ના ખેડવા સૂચન કરવામાં આવ્યું હતું.