પોરબંદરના દરિયામાં 5 માછીમાર લાપતા થયા છે. જય સાંકરી આઇ કૃપા નામની બોટ લાપતા થઈ છે. તમામ માછીમાર ગીર સોમનાથના હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ ભારે વરસાદથી દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. દરિયામાં 6 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા.


પોરબંદરના દરિયામાં 5 માછીમાર લાપતા 

હાલ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ ગુજરાતનો દરિયો ભારે તોફાની જોવા મળી રહ્યો છે. તેવામાં પોરબંદરના દરિયામાં 5 માછીમાર લાપતા થયા છે. જય સાંકરી આઇ કૃપા નામની બોટ લાપતા થઈ છે.તમામ માછીમાર ગીર સોમનાથના હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. લાપતા બનનાર મચ્છીમાર કિશન મેઘજીભાઈ ડાલકી (ઉ. વ. 46) - ટંડેલ,પ્રભુદાસ રામજીભાઈ આંજણી (ઉ. વ. 50) - ખલાસી, મનસુખભાઈ લાલ પાંજરી (ઉ. વ. 43) - ખલાસી, રમેશ રામાભાઈ લોઢારી (ઉ. વ. 44) - ખલાસી, મુકેશભાઈ (ઉ. વ. 50) - ખલાસી.

દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો

જિલ્લામાં વરસાદી માહોલ ભારે વરસાદથી દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. દરિયામાં માછીમારી કરવા જાતા માછીમાર લાપતા થયા છે. દરિયાકિનારે વસતા લોકો પોતાની આજીવિકા માટે દરિયો ખેડતા હોય છે. જો કે તંત્ર દ્વારા વરસાદને પગલે આ દિવસોમાં માછીમારોને દરિયા ના ખેડવા સૂચન કરવામાં આવ્યું હતું. છતાં કેટલાક લોકો દરિયાકિનારે નીકળી પડયા હતા. 

  • Follow us on: