પોરબંદર શહેર અને ગ્રમ્ય પંથકને પીવાનું પાણી પૂરૂં પાડતો ખંભાળા ડેમ ઓવરફ્લો થયો છે. હાલ 546 MCFT ક્ષમતા ધરાવતા ખંભાળા ડેમમાં 6.39 ક્યુસેક પાણીની આવક જોવા મળી છે. ખંભાળા ડેમ રાણાવાવ તાલુકાના 25 અને પોરબંદર તાલુકાના 25 ગામોને પાણી પૂરું પાડે છે. 50 ગામોના પાણી પૂરું પાડતો ખંભાળા ડેમ આજે ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા શેહરના લોકોમાં ખુશી જોવા મળી છે. આ ડેમથી 50 ગામના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહશે.


ખંભાળા ડેમ ઓવરફ્લો થયો

પોરબંદર અને રાણાવાવને પાણી પૂરું પાડતો ખંભાળા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશી જોવા મળી છે. આ ડેમમાં 2026 સુધી પીવાનું પાણી મળી રહે તેટલો સંગ્રહ થઈ ગયો છે. બરડા ડુંગરમાં આવેલો આ ડેમ આસપાસના 50 ગામડાંને પીવા માટે પાણી પૂરૂ પાડે છે. પોરબંદર જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે ડેમમાં પાણીની આવક જોવા મળી છે. આ 546 MCFT ક્ષમતા ધરાવતા ખંભાળા ડેમમાં 6.39 ક્યુસેક પાણીની આવક થઈ છે.

 ફોદાળા અને ખંભાળા ડેમ ઓવરફ્લો 

ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે જિલ્લાના ડેમોમાં પાણીની આવક જોવા મળી રહી છે. બરડા ડુંગરમાં આવેલા ફોદાળા અને ખંભાળા ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે.  આસપાસના ગામના લોકોને પીવાની પાણીની સમસ્યાનો નીકાલ થયો છે. 

  • Follow us on: