પોરબંદર જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદના પગલે ડેમમાં પાણીની આવક જોવા મળી રહી છે. પોરબંદર પંથક ઉપરાંત દેવભૂમિ દ્વારા પંથકમાં સારો વરસાદ થતા પોરબંદરના મિયાણી નજીક આવેલ મેઢાક્રિક ડેમ ઓવરફ્લો થયો છે. જેને લઇને સ્થાનિકોમાં ખુશી જોવા મળી છે.


મેઢાક્રિક ડેમ ઓવરફ્લો થયો 

પોરબંદર જિલ્લા ઉપરાંત દેવભૂમિ દ્વારકા અને ખંભાલીયા સહિતના પંથકમાં છેલ્લા બે દિવસ દરમ્યાન સારો એવો વરસાદ પડવાના કારણે ઉપરવાસનું વરસાદી પાણી પુષ્કળ પ્રમાણમાં આવ્યું છે. જેથી, મિયાણી નજીક આવેલ મેઢાક્રીક ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. આ ડેમની કેપેસીટી 1730 એમસીએફટી છે. આ ડેમનું પાણી બરડા પંથકના બારથી વધુ ગામોને સિંચાઈ માટે ઉપયોગી થાય છે. સીઝનના પ્રથમ વરસાદમાં જ ડેમ ઓવરફ્લો થતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી છે.

બે દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો

પોરબંદરમાં જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. પોરબંદરમાં જિલ્લાના નદીનાળા છલકાયા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પાણીની આવક જોવા મળી છે. પોરબંદરના બરડા પંથકમાં વ્યાપક વરસાદથી અડવાણા નજીકનો સોરઠી ડેમ ઓવરફ્લો થયો છે. મિયાણી નજીક આવેલ મેઢાક્રિક ડેમ ઓવરફ્લો થયો છે. જેને લઇને સ્થાનિકોમાં ખુશી જોવા મળી છે.


  • Follow us on: