પાટણના રાધનપુરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી બોગવવાનો વારો આવ્યો છે. રાધનપુર મેન બજારમાં જલારામ સોસાયટી પાસે પાણી ભરાતા સ્થાનિકો, વાહનચાલકો પરેશાન થયા છે. પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને હાલાકી ભાગવવાનો વારો આવ્યો છે. પાટણમાં ગરનાળામાં પાણી ભરાતા જનતા હોસ્પિટલથી નવજીવન ચોકડી તરફનો રસ્તો બંધ થયો છે.


પાટણ-હારીજ હાઈવે પર પાણી ભરાયા

હવામાન ખાતાની આગાહીને લઈને પાટણ શહેર સહીત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. પાટણમાં ભારે વરસાદના કારણે પાટણ-હારીજ હાઈવે પર પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

પાટણમાં ભારે વરસાદ

પાટણ શહેરમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. ગરનાળામાં પાણી ભરાતા વાહનો પાણીમાં ફસાયા હતા. ગરનાળામાં પાણી ભરાતા જનતા હોસ્પિટલથી નવજીવન ચોકડીનો રસ્તો બંધ થયો છે. પાટણમાં ધોધમાર વરસાદથી ભારે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.


  • Follow us on: