પાટણના રાધનપુરમાં મોબાઈલ ચોરીની અનેક ઘટનાઓ સામે આવી હતી.થોડા દિવસ પહેલા જ રાધનપુર હાઈવે પર સ્થિત એક મોબાઈલની દુકાનમાંથી મોબાઈલ ચોરાયા હતાં.આ ઘટનાથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસે ચોરીની ફરિયાદના આધારે તપાસ કરી હતી. જેમાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. આ આરોપીઓનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
એલસીબીની ટીમે બે આરોપીઓને ઝડપી પાડ્યા













