મહેસાણામાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. જિલ્લાના બહુચરાજી તાલુકા અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જેના કારણે રોડ-રસ્તા પર પાણી વહેતા થયા છે. આજે બહુચરાજી તાલુકાના ગ્રામીણ વિસ્તારો જેવા કે સુરાપુરા, ચંદ્રોડા, સુરજ, મંડાલી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. દિવસભરના વાતાવરણમાં પલટો આવ્યા બાદ આ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા.
બહુચરાજી અને આસપાસના ગામમાં વરસાદ
વરસાદનું પ્રમાણ ઓછું હોવા છતાં કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી રોડ-રસ્તા પર વહેતા થયા હતા. જેના કારણે વાહનચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ વરસાદના ઝાપટાંને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હાલમાં ખેતરોમાં તૈયાર પાક ઊભો હોય અથવા કાપણીની તૈયારી હોય ત્યારે અણધાર્યો વરસાદ નુકસાન પહોંચાડી શકે છે.













