રાજકોટમાં વરસાદી કહેર યથાવત્ છે. અહીં ઠેર-ઠાર પાણી ભરાયા છે. જેના કારણે વાહન ચાલકોને પરેશાની અનુભવાઇ રહી છે. રસ્તા પર નદીઓ જેવા વહેણ દેખાઇ રહ્યા છે. સમગ્ર પંથકમાં પાણી-પાણી જોવા મળી રહ્યુ છે. તંત્ર તમામ મદદ પહોંચાડવા માટે સતર્કતા દર્શાવી રહ્યુ છે. પરંતુ અમુક ગામડાંઓ સંપર્ક વિહોણા બન્યા છે. જેના કારણે તંત્ર તેમના સુધી પહોંચવામાં નિષ્ફળ સાબિત થઇ રહ્યુ છે.


વરસાદી કહેરથી સ્થાનિકો પરેશાન

રાજકોટના ઉપલેટા તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અહીં પાણી ભરાતા સાતવડી ગામ સંપર્ક વિહોણું બન્યુ છે. સાતવડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી કહેર યથાવત્ છે. મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. રહેણાંક વિસ્તાર અને બજારમાં પાણી ભરાયા છે. બજારમાં આવેલી દુકાનોમાં પાણી ભરાતા તેમા મુકેલો સામાન ખરાબ થયો છે. અને તેને નુકસાન પહોંચ્યુ છે. સોસાયટીમાં પાણી ભરાતા ઘરોમાં મુકેલો સામાન પણ ખરાબ થયો છે.

અંતરિયાળ ગામડાઓમાં મુશ્કેલી

રાજકોટના ઉપલેટામાં ગામની બહાર જવુ લોકો માટે મુશ્કેલ બન્યુ છે. ગામ પાસે પુલનું કામ પણ અટકાવી દેવામાં આવ્યુ છે. રજૂઆત છતા કામગીરી ન થતી હોવાથી સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કોઈ બીમાર પડે તો ગામની બહાર જવું પણ મુશ્કેલ બન્યુ છે. તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી નિષ્ફળ સાબિત થઇ છે. તમામ વચનો પોકળ નીકળ્યા છે. મનપાની યોગ્ય કામગીરી ન હોવાથી સ્થાનિકોની હાલત કફોડી બની છે. 

  • Follow us on: