રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ-1 ઓવરફ્લો થયો છે. સતત પાણીની આવકને પગલે ડેમ ઓવરફ્લો થયો છે. આજી ડેમમાં સપાટી 29 ફૂટને પાર પહોંચી છે. આજીડેમ વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રવિવારે મેઘરાજાની સતત મહેરબાનીથી ડેમમાં પાણીની ભરપૂર આવક થતા ડેમ પૂરો ભરાય ગયો છે. હાલમાં ડેમમાં 4 મહિના પાણી ચાલે તેટલો જમાં થઈ ગયો છે.
રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ-1 ઓવરફ્લો
શહેરના લોકોને 24 એમસીએફટી પાણી રોજનું આપવામાં આવે છે. આજીડેમ ઓવરફ્લો થવાના સમાચાર શહેરવાસી ઓને મળતા લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા. આજીડેમમાં સપાટી 29 ફૂટને પાર પહોંચી જતા ડેમ ઓવરફ્લો થયો. રવિવારે મેઘરાજાની સતત મહેરબાનીથી ડેમમાં પાણીની ભરપૂર આવક થતા ડેમ પૂરો ભરાય ગયો છે.













