રાજ્યમાં કમોસમી વરસાદ અને તોફાની હવામાનના સંકટને પગલે હવામાન વિભાગ દ્વારા આજે રાત્રે 10 વાગ્યા સુધીનું 'નાઉ કાસ્ટ' (તાત્કાલિક આગાહી) જાહેર કરવામાં આવ્યું છે. આ આગાહી મુજબ રાજ્યના 13 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે દર્શાવે છે કે આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ અને તોફાની પવનનું જોખમ છે.
રેડ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓ
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 13 જિલ્લાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં મુખ્યત્વે અમરેલી, ભરૂચ, ભાવનગર, દીવ, ગીર સોમનાથ, જૂનાગઢ, નવસારી, સુરત, ડાંગ, તાપી અને વલસાડ જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશો દમણ અને દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે.













