વડોદરાના શિનોર તાલુકામાં આજે ફરી એકવાર મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. સવારથી જ વાદળછાયું વાતાવરણ રહેવા બાદ બપોર થતાં જ ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. જેને કારણે નવરાત્રિના રંગમાં ભંગ પડ્યો છે. શિનોર તાલુકાના મુખ્ય મથક સહિત માલસર અને દામાપુર સહિતના અનેક ગામોમાં ભારે વરસાદ નોંધાયો છે.
નવરાત્રિમાં ભારે વરસાદથી ખેલૈયાઓ ચિંતિત
આ વરસાદને કારણે ગરબાના આયોજન પર સીધી અસર પડી છે. શિનોરના મુખ્ય ગરબા પંડાલમાંથી વરસાદી પાણી વહેતા થયાના દ્રશ્યો સામે આવ્યા છે. જેનાથી આયોજકોમાં ચિંતાનો માહોલ છે. નવરાત્રિમાં ભારે વરસાદ પડતાં ખેલૈયાઓ ચિંતિત બન્યા છે. દિવસ દરમિયાન વરસાદ પડવાના કારણે આયોજકોને રાત્રે ગરબા માટે પંડાલને ફરીથી તૈયાર કરવાની મોટી મુશ્કેલી પડી રહી છે.













