દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેર યથાવત્ છે. અહીં ઠેર-ઠાર પાણી ભરાયા છે. અને તંત્રની બેદરકારીના કારણે સ્થાનિકો પરેશાન થયા છે. આ હાલાકીના કારણે રહીશોએ મનપા સામે રોષ વ્યક્ત કર્યો છે. વરસાદી પાણીના કારણે લોકોના હાલ બેહાલ થયા છે. કામરેજ વિસ્તારમાં સ્થાનિકોનો હોબાળો જોવા મળી રહ્યો છે. અહીં પાણીનો નિકાલ ન કરાતા રોષ ભરાયો છે. મામલતદાર કચેરીએ મહિલાઓનો હલ્લાબોલ જોવા મળ્યો હતો.


વરસાદી પાણીથી સ્થાનિકો પરેશાન

સુરતના કામરેજમાં મહિલાઓનો હલ્લાબોલ જોવા મળ્યો છે. કામરેજ મામલતદાર કચેરીમાં હોબાળો થતા તંત્ર સતર્ક થયુ છે. આ હંગામો વરસાદી પાણીનો નિકાલ ન થતા કરવામાં આવ્યો હતો. ખાડી કિનારે આડેધડ બાંધકામથી પાણી ભરાયા હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. બાંધકામોને લીધે ખાડી સાંકડી થઇ હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. 4 દિવસથી સોસાયટીઓમાં પાણી ભરાયા છે. અને તંત્રે આ બાબતે કોઇ તજવીજ હાથ ધરી નથી. તેથી સ્થાનિકો રોષે ભરાયા છે.

સંદેશ ન્યૂઝે લીધી મુલાકાત

સુરતમાં સંદેશ ન્યૂઝે વ્રજ નંદન સોસાયટીની મુલાકાત લીધી હતી. હજુ પણ સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. ખાડી કિનારે થયેલા આડેધડ બાંધકામને કારણે ખાડી સાંકડી થઇ હોવાના આક્ષેપ તંત્ર સામે લગાવવામાં આવી રહ્યા છે. સોસાયટીમાં પાણી ભરાતા બાળકોને શાળાએ જવા માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નોકરિયાત વર્ગ માટે પણ મુસીબત ઉભી થઇ છે. ખાડીમાંથી ગંદકીની સાથે જીવ-જંતુઓ રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા છે. જેના કારણે બીમારીનું પ્રમાણ વધી શકે છે. 

  • Follow us on: