સુરતમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. શહેરના કેટલાક વિસ્તારોમાં ખાડીના પાણી ફરી વળતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના કિમ વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે રોડ રસ્તા પણ જાણે નદી વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં હરિહરેશ્વર મહાદેવના મંદિરમાં પણ વરસાદના પાણી ભરાઈ ગયાં છે. મંદિરનો ગર્ભગૃહ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રસ્તા પર પાણી ભરાતા મંદિરે આવતા ભક્તોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
શહેરમાં હરિહરેશ્વર મહાદેવના મંદિરમા પાણી ભરાયા
સુરત શહેરના કિમ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં છે. જૂની પંચાયત અને બજાર વિસ્તાર સહિત કિમ ગામની રંગકૃપા સોસાયટી અને અમૃતનગર વિસ્તારમાં પણ પાણી ભરાયા ભરાઈ ગયાં છે. શહેરમાં હરિહરેશ્વર મહાદેવના મંદિરમા પણ વરસાદના પાણી ભરાઈ ગયાં છે. મંદિરનો ગર્ભગૃહ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રસ્તાઓ પણ પાણી ભરાઈ જવાને કારણે મંદિરમાં આવતા ભક્તોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
ફાયર વિભાગ સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યો
સુરત શહેરમાં છેલ્લા ચારેક દિવસથી લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં ખાડીપુરનું પાણી ઓસર્યું નથી. ઘણા સમયથી લિંબાયતમાં ખાડી પુરની સમસ્યા છે. ખાડી પુરના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. વર્ષોથી તંત્રના પાપે અહીના લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આ વિસ્તારમાં હાલમાં સાવચેતીના ભાગરૂપે ફાયર વિભાગ સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યો છે.
સાગબારામાં 24 કલાકમાં રાજ્યનો સૌથી વધુ 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો
આજે રાજ્યના 80 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સુરતના મહુવામાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. ખેરગામમાં 3.54, બારડોલીમાં 3.39, કામરેજમાં 2.95, ચીખલીમાં 2.64, ડોલવાણમાં 2.36, પારડીમાં 2.5, પાટણમાં 1.77, વાલોદમાં 1.77, બાબરામાં 1.54 ઈંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.